વરિષ્ઠ નાગરિકો માટે રોકાણના વિવિધ વિકલ્પો
વર્ષોની સખત મહેનત અને જવાબદારી પછી જયારે આપણે જીવનના પાછલા તબક્કામાં પ્રવેશ કરીએ છીએ , ત્યારે આપણું ધ્યાન સંપત્તિ નિર્માણ થી સંપત્તિ જાળવણી અને સ્થિર આવક તરફ વળે છે . આ તબક્કે નાણાકીય સુરક્ષા અને નિયમિત અને સ્થિર આવક ટોચની પ્રાથમિકતા બની જાય છે .
વરિષ્ઠ નાગરિકો સામાન્ય રીતે ઊંચા વળતર કરતાં સ્થિરતા પસંદ કરે છે . સદભાગ્યે , આજે ઘણા સલામત અને અનુકૂળ રોકાણના વિકલ્પો ઉપલબ્ધ છે - પરંપરાગત બેંક FD થી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ્સ . આ પ્રકાશનમાં આપણે વરિષ્ઠ નાગરિકો માટે રોકાણના વિવિધ વિકલ્પોને આવરી લેવાનો પ્રયાસ કરીશું .
વરિષ્ઠ નાગરિકો માટે રોકાણના વિવિધ વિકલ્પો
| રોકાણ વિકલ્પ | વિગત | સામન્યતઃ વળતર ( ઓક્ટોબર 2025) | રિસ્ક લેવલ (Risk Level) | લિક્વિડિટી ( Liquidity ) | કરની અસરો | કોના માટે આદર્શ Ideal For |
|---|---|---|---|---|---|---|
| બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) | બેંકમાં નિશ્ચિત મુદત માટે ( 7 દિવસથી 10 વર્ષ ) FD. વરિષ્ઠ નાગરિકોને 0.25 - 0.75 % વધારાનું વ્યાજ મળે છે . | 6.5 0 %– 7 .00 % વાર્ષિક | બહુ ઓછું જોખમ | હાઈલી લિક્વિડ ( પેનલટી ભરી મુદત પહેલા ઉપાડ કરી શકાય ) | વ્યાજ કરને પાત્ર | સલામત અને સ્થિર આવક માટે |
| વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) | 60 + વર્ષની વયના વ્યક્તિઓ માટે સરકાર સમર્થિત યોજના . ૫ વર્ષનો લોક - ઇન . | 8.2 0 % વાર્ષિક ( ત્રિમાસિક ચુકવણી ) | કોઈ જોખમ નથી | ઓછી લિક્વિડિટી ( ૫ વર્ષનો લોક - ઇન , ૩ વર્ષ સુધી લંબાવી શકાય છે ) મહત્તમ ૩૦ લાખ સુધી રોકાણ કરી શકાય છે . ( પેનલટી ભરી મુદત પહેલા ઉપાડ કરી શકાય ) | વ્યાજ કરને પાત્ર | સૌથી વધુ સલામત અને ખાતરીપૂર્વકની આવક માટે |
| કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ ( દા . ત . બજાજ ફાઇનાન્સ ) AAA રેટેડ | NBFCs માં ડિપોઝિટ ; બેંકો કરતા ઊંચા દર . | 6.95%–7.50% વાર્ષિક | ઓછું જોખમ | મધ્યમ ( પેનલટી ભરી મુદત પહેલા ઉપાડ કરી શકાય ) | વ્યાજ કરને પાત્ર | જાણીતા NBFCs સાથે વધુ વળતર માટે |
| RBI Floating Rate સેવિંગ્સ બોન્ડ્સ ( 7 - વર્ષ ) | ભારત સરકારના બોન્ડ ; દર 6 મહિને વ્યાજ બદલાય . | ~8.05% વાર્ષિક | કોઈ જોખમ નથી | ઓછી લિક્વિડિટી ( 7 વર્ષનો લોક - ઇન ) | વ્યાજ કરને પાત્ર | લાંબા ગાળાની સલામતી શોધનારાઓ માટે |
| લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ / શોર્ટ ટર્મ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ / આર્બિટ્રેજ ફંડ્સ | ખૂબ જ ટૂંકા ગાળાના મની માર્કેટ સાધનોમાં રોકાણ | 6%–7% વાર્ષિક | બહુ ઓછું જોખમ | હાઈલી લિક્વિડ | મૂડી લાભ તરીકે કર લાદવામાં આવે છે | સરપ્લસ ભંડોળ સુરક્ષિત રીતે રોકાણ કરવા માટે |
| લાર્જ કેપ / ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ | વૈવિધ્યસભર ઇક્વિટીમાં રોકાણ , લાંબા ગાળાના વિકાસ માટે યોગ્ય . | 10%–12% વાર્ષિક ( અપેક્ષિત ) | મધ્યમ - ઉચ્ચ જોખમ | હાઈલી લિક્વિડ | LTCG >₹1.25L પર 12.5 0 % ટેક્સ લાગુ પડે છે | ૫ + વર્ષનો સમયગાળો |
| પેન્શન યોજના ( વીમા ) | એકસાથે (Lump Sum) રોકાણ પછી આજીવન નિયમિત આવક . | 6%–6.5 0 % વાર્ષિક ( અસરકારક ) | બહુ ઓછું જોખમ | ખૂબ જ ઓછું (illiquid) | કરપાત્ર આવક | આજીવન પેન્શન સુરક્ષા |
યોગ્ય સમન્વય કેવી રીતે પસંદ કરવું
સંતુલિત અભિગમ શ્રેષ્ઠ કાર્ય કરે છે . 65 વર્ષની વ્યક્તિ માટે નીચે સંપત્તિ ના ફાળવણી નું એક Sample સૂચવેલ છે
| શ્રેણી | ફાળવણી | હેતુ |
|---|---|---|
| SCSS / RBI Floating Rate બોન્ડ / બેંક FD | 40% | મૂડી સુરક્ષા અને નિયમિત આવક |
| કોર્પોરેટ FD / બોન્ડ્સ | 15% | થોડી વધારે આવક |
| ટૂંકા ગાળાના ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ / લિક્વિડ ફંડ્સ | 25% | કર ભર્યા પછી સારૂ વળતર અને લિક્વિડ |
| ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( મોટા / ફ્લેક્સી કેપ ) | 20% | ફુગાવા સામે બચાવ |
અમુક વ્યવહારુ ટિપ્સ :
- મનની શાંતિ માટે સરકાર સમર્થિત અથવા AAA રેટેડ સાધનો પસંદ કરો .
- જો આવક કરપાત્ર મર્યાદાથી ઓછી હોય તો TDS ટાળવા માટે ફોર્મ 15H સબમિટ કરો .
- લિક્વિડિટી જાળવવા રોકાણોને કોઈ એક બેંક કે યોજના માં ન કરી વિવિધ બેં કો અને યોજનાઓમાં કરો .
- બધા રોકાણો માટે પરિવારના સભ્યોને નોમિનેટ કરો અને રેકોર્ડ અપડેટ રાખો .
- સહકારી બેંકમાં FD / પ ત પેઢી ઉચ્ચ વળતર આપે છે . પરંતુ સાવધાની રાખો . તે ખૂબ જોખમી છે .
નિષ્કર્ષ :
વરિષ્ઠ નાગરિકો માટે , ઊંચા વળતર કરતા મૂડી સુરક્ષા અને લિક્વિડિટી વધુ મહત્વપૂર્ણ છે . બેંક / પોસ્ટ ઓફિસ ડિપોઝિટ , ઉચ્ચ - ગુણવત્તાવાળા ડેટ ફંડ્સ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં થોડો રોકાણ સલામતી અને ફુગાવાથી બચાવે છે અને વૃદ્ધિ પ્રદાન કરી શકે છે .
અને અંતે મહત્ત્વની સૂચના , હંમેશની જેમ , કરવેરાનું સુચારુ રીતે પ્લાંનિંગ કરવા અને તમારી વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપતા સુનિશ્ચિત કરવા માટે , તમારી રોકાણ યોજનાઓ ને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર થી લેશો . ધુતારાઓ થી સાવધાન રહેશો અને નાણાકીય સલાહકાર ની સલાહ લીધા વિના કોઈ પગલું ના ભરતા .
*****
આ પ્રકાશનનો હેતુ માત્ર જાગૃકતા લાવવાનો છે. તેમાં આપેલ માહિતીના આધાર પર કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા નાણાંકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
Prepared by
TEAM CVOCA